Live Tue, Nov 17, 2026
Rajkot • 31°C Sunny
📍 વાવ થરાદ

કુંડાળીયા ગામની સીમમાંથી માનવ અવશેષો મળી આવતાં ચકચાર! ગુમ યુવક સુખદેવ કોળીના હોવાની પરિવારને આશંકા

કુંડાળીયા ગામની સીમમાંથી માનવ અવશેષો મળી આવતાં ચકચાર! ગુમ યુવક સુખદેવ કોળીના હોવાની પરિવારને આશંકા

ખેતરના પાળે ઝાડીમાંથી ખોપરી, પગના ભાગ સહિત હાડકાં મળ્યાં; માવસરી પોલીસ, FSL અને આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી

વાવ-થરાદ

વાવ-થરાદ જિલ્લાના કુંડાળીયા ગામની સીમમાંથી માનવ અવશેષો મળી આવતાં પંથકમાં ચકચાર મચી છે. ખેતરના પાળે આવેલી બોરડીની ઝાડીમાંથી ખોપરીનો ભાગ, પગના હાડકાં અને અન્ય અવશેષો મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં માવસરી પોલીસ, FSL અને આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, સરહદી રાધાનેસડા ગામનો સુખદેવ કોળી નામનો યુવક ગત 5 તારીખથી ગુમ હતો. આ અંગે તેના પરિવારજનોએ માવસરી પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, ગુમ થયાના આશરે 15 દિવસ બાદ કુંડાળીયા ગામની સીમમાં અવશેષો મળી આવ્યા હતા.

સ્થળ પરથી ઓળખના દસ્તાવેજો પણ મળ્યા

કુંડાળીયા ગામની સીમમાં ખેતરના પાળે આવેલી બોરડીની ઝાડીમાંથી અલગ-અલગ જગ્યાએ હાડકાંના અવશેષો મળી આવ્યા હતા. તેમાં ખોપરીનો ભાગ, કમરથી નીચેના પગના હાડકાં અને અન્ય હાડકાંના ટુકડાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, સ્થળ પરથી આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડ સહિતના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ દસ્તાવેજોને આધારે પરિવારજનોએ મળેલા અવશેષો ગુમ થયેલા સુખદેવ કોળીના હોવાની આશંકા વ્યક્ત કરી છે.

FSL રિપોર્ટ બાદ જ ઓળખ સ્પષ્ટ થશે

જોકે, મળેલા માનવ અવશેષો સુખદેવ કોળીના જ છે કે અન્ય કોઈના, તે અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ માટે FSL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ અને રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

હાલ માવસરી પોલીસે સ્થળ તપાસ સહિતની જરૂરી કાર્યવાહી કરી છે. અવશેષો અને અન્ય પુરાવા FSLને તપાસ માટે સોંપવામાં આવ્યા છે. પોલીસે આ મામલે એ.ડી. નોંધ કરી વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

હવે FSLના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ જ માનવ અવશેષોની ઓળખ અને સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થઈ શકશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
ધ

ધ્રુપલ કલાલ ( જયસ્વાલ )

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

મોરવાડા માઇનોર કેનાલ-2માં સફાઈ વગર પાણી છોડતાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં! Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 17, 2026

મોરવાડા માઇનોર કેનાલ-2માં સફાઈ વગર પાણી છોડતાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં!

એરંડાના પાકને નુકસાનની ભીતિ; ખેડૂત ઠાકરશીભાઈ ઠાકોરનો આક્ષેપ, વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં વાવ-થરાદ...
થરાદની સોની બજારમાં કાચી ચિઠ્ઠીનો ખેલ? GST અને આવકવેરાની તપાસની માંગ Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 17, 2026

થરાદની સોની બજારમાં કાચી ચિઠ્ઠીનો ખેલ? GST અને આવકવેરાની તપાસની માંગ

પાકા બિલને બદલે સાદી ચિઠ્ઠી અપાતી હોવાની લોકચર્ચા; બિનહિસાબી વ્યવહારોની આશંકા વચ્ચે જાગૃત નાગરિકોએ...
થરાદના ઝેટાના લોકમેળામાં દોશી પરિવારની અનોખી સેવા! નકળંગ દાદાના દર્શને આવેલા ભાવિકોને ભોજન પ્રસાદ પીરસ્યો Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 16, 2026

થરાદના ઝેટાના લોકમેળામાં દોશી પરિવારની અનોખી સેવા! નકળંગ દાદાના દર્શને આવેલા ભાવિકોને ભોજન પ્રસાદ પીરસ્યો

શાંતાબેન વાઘજીભાઈ ગગલદાસ દોશી પરિવારનું આયોજન; ગ્રામજનોએ પણ સ્વયંસેવક બની સેવાકાર્યમાં સહયોગ આપ્યો થરાદ...
થરાદમાં ઈમાનદારીની મિસાલ! ગેસ્ટ હાઉસના માલિકે મુસાફરનાં સોનાનાં ઘરેણાં અને રોકડ પરત કર્યાં Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 15, 2026

થરાદમાં ઈમાનદારીની મિસાલ! ગેસ્ટ હાઉસના માલિકે મુસાફરનાં સોનાનાં ઘરેણાં અને રોકડ પરત કર્યાં

રૂમમાં ભૂલાઈ ગયેલો કિંમતી સામાન સ્ટાફને મળ્યો; માલિક ચેતનભાઈ નાઈએ દક્ષાબેનનો સંપર્ક કરી તમામ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: