અમદાવાદ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિભાગ દ્વારા લાઈસન્સ વિના ISI માર્કા સાથેનાં ઈલેક્ટ્રીક કેબલનું વેચાણ કરતા એકમો પર તવાઈ……….

અમદાવાદ જિલ્લાનાં દસક્રોઈમાં આવેલા બાકરોલમાં ગોપાલ ચરણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સ્વાગત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેબલ બનાવતી ચાર કંપનીઓમાં રેડ કરી હતી. આ રેડ દરમ્યાન BIs વિભાગને મોટી માત્રામાં ગેરરીતી જોવા મળી. તેમજ નકલી ISI માર્કો લાગેલા અલગ અલગ બ્રાંડ ના 1.50 લાખ મીટર થી  પણ વધુ કેબલો મળી આવ્યા હતા.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ વિભણે ગુરુદેવ ઈન્ડસ્ટ્રીઝમાંથી 52 હજાર 700 મીટર, આશીર્વાદ ઈન્ડસ્ટ્રીઝમાંથી 80 હજાર મીટર, કૃષ્ણા કેબલમાંથી 25,000 મીટર તેમજ પોલીસ્યોર કેબલ ઈન્ડસ્ટ્રીઝમાંથી 250 મીટર અને 2,000 લેબલ કલ્પે કર્યા હતા. આ કંપનીઓમાં કનેક્ટ, એસીઆઈ, જીઈઈ લ્કિસ તેમજ જૂગા, ડાયમંડ, ફિકોન અને ભાવિક જેવા બ્રાંડના નામથી કેબલ વેચાતા હોવાનું સામે આવ્યુ છે. BIS વિભાગે આ તમામ કેબલ કન્જ કરી કંપનીનાં સંચાલક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *