બનાસકાંઠા ના સુઇગામ તાલુકામાં 33 જેટલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન આવેલી છે.જેમાં ગુજરાત રાજય ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ એસોશિયેશન ની વિવિધ 10 જેટલી માંગણીઓ ને લઈને રાજ્ય સરકાર ને ગત 20-09-2022 ના રોજ આવેદન પાઠવવામાં આવ્યું હતું.જેમાં વિવિધ મુદ્દા કે જેવા કે .પોષણ ક્ષમ દુકાન .વિતરણ ઘટ .કોરોના સહાય ચૂકવવા .e – pos અમલ માટે .હૈયાતી માં નોમીનેશન .જરૂરી સાહિત્ય નિભાવવા . 30 દિવસ ની સાયકલ કરવા .મધ્યાન ભોજન તેમજ આંગણવાડી નું કમિશન ચૂકવવા .ઇનવેન્ટરી એકાઉન્ટ બનાવવા .તેમજ અન્ય રિફંડ તાત્કાલિક ચૂકવવા વગેરે માંગો ને લઈને ગુજરાત રાજય ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ એસોશિયેશન સમર્થન માં આજ રોજ તા.26-09-2022 ના રોજ સુઇગામ મામલદાર કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં વધુ માં સુઇગામ ગુજરાત રાજય ફેર પ્રાઈઝ શોપ ઉપપ્રમુખ વિરજીભાઈ ચૌધરી દ્વારા જણાવાયું હતું કે આગામી 2 ઓક્ટોમ્બર ના રોજ રાજ્ય વાપી હડતાળ પર ઉતરવાના છીએ.અને જ્યાં સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વેચાણ કરીશું નહીં તેવી ચીમકી ઉચ્ચારી છે.