Live Tue, Oct 27, 2026
Rajkot • 31°C Sunny

સરહદી મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે વાવ પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત, કામગીરીની સમીક્ષા

સરહદી મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે વાવ પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત, કામગીરીની સમીક્ષા

વાવ તાલુકામાં સરહદી વિસ્તારમાં ચાલી રહેલી વહીવટી મુલાકાતના ભાગરૂપે વાવ થરાદ જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ વાવ તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનની વિવિધ કામગીરીની સમીક્ષા કરી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતી કામગીરી અંગે માહિતી મેળવી હતી.

પોલીસ સ્ટેશન પહોંચતા જિલ્લા કલેક્ટરનું પી.આઈ. અલ્પાબેન ખત્રી દ્વારા આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેક્ટરે પી.આઈ. તેમજ પોલીસ સ્ટાફ સાથે બેઠક યોજી અને પોલીસ વિભાગની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

પોલીસ કામગીરી અને રેકોર્ડની ચકાસણી

મુલાકાત દરમિયાન કલેક્ટરે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતા વિવિધ રેકોર્ડ, નોંધપોથી અને વહીવટી દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી પણ કરી હતી. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતા પ્રયાસો તેમજ સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ માહિતી મેળવી હતી.

પોલીસ સ્ટાફ સાથે ચર્ચા અને માર્ગદર્શન

સમીક્ષા અને ચકાસણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર પ્રજાપતિએ પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. તેમણે પોલીસ સ્ટાફને કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ જનસેવામાં વધુ સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટરની આ મુલાકાતને કારણે પોલીસ વિભાગની કામગીરીને વધુ સક્રિય અને સુવ્યવસ્થિત બનાવવા માટે માર્ગદર્શન મળ્યું હોવાનું માનવામાં આવે છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

સ્વામિત્વ યોજનાના પ્રોપર્ટી કાર્ડમાં ગરથાર અને ખુલ્લી જગ્યાનો સમાવેશ કરવા સરપંચ સંગઠનની રજૂઆત Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Oct 15, 2026

સ્વામિત્વ યોજનાના પ્રોપર્ટી કાર્ડમાં ગરથાર અને ખુલ્લી જગ્યાનો સમાવેશ કરવા સરપંચ સંગઠનની રજૂઆત

વાવ-ધરણીધર તાલુકા સરપંચ સંગઠને DDOને આવેદનપત્ર આપ્યું; વાસ્તવિક કબજા મુજબ માપણી અને ખામીવાળા પ્રોપર્ટી...
સુઈગામમાં અઢી વર્ષના બાળકના મોતનો ચકચારજનક મામલો, પિતા સામે હત્યાનો આરોપ Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Oct 14, 2026

સુઈગામમાં અઢી વર્ષના બાળકના મોતનો ચકચારજનક મામલો, પિતા સામે હત્યાનો આરોપ

વાયરલ વીડિયો બાદ દફનાવેલા મૃતદેહને બહાર કઢાયો; FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મોતનું કારણ સ્પષ્ટ...
વાવ-થરાદ • 📍 Deodar • Oct 8, 2026

દિયોદર રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ મળતા સવાલો

વપરાયેલા ઇન્જેક્શન, લોહીના સેમ્પલનો કચરો અને દવાના પેકેટો ખુલ્લામાં જોવા મળ્યા; બાયોમેડિકલ વેસ્ટના નિકાલ...
બનાસકાંઠામાં સસ્તી કટલરીના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ Breaking
ક્રાઇમ (Crime) • 📍 BanasKantha • Oct 8, 2026

બનાસકાંઠામાં સસ્તી કટલરીના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

LCBની કાર્યવાહીમાં ઉત્તરપ્રદેશની ગેંગના ત્રણ આરોપી ઝડપાયા; રૂ.4.02 લાખનો મુદ્દામાલ જપ્ત બનાસકાંઠા : દુકાનદારોને...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: