Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગર પાલિકાને મળશે નવા પ્રમુખ 12મી એ 12 વાગે નવી નિમણુક કરાશે

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક 12મી એ 12 વાગે પાલનપુર નગર પાલિકાને મળશે નવા પ્રમુખ પાલનપુર નગરપાલિકાના પ્રમુખપદે મહિલા મુકવામાં આવે તો કિરણબેન રાવલ, વર્ષાબેન લાટીવાળાના અમી બેન પટેલ નામ પર વિચારણા થઈ શકે પસંદગીનો કળશ ઢોળી શકાય ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા માં સત્તાની આપસી ખેંચતાણ વચ્ચે મહિલા પ્રમુખનું રાજીનામું લઈ લેવાયું છે. ત્યારે હવે 12મી સપ્ટેમ્બરે 12 વાગે નવા પ્રમુખની વરણી થવા જઈ રહી છે. ત્યારે નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને અટકળોનું બજાર ગરમ બન્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મેલી મથરાવટી ધરાવતી જિલ્લાની નેતાગીરી કઈ કાચું ન કાપે તે માટે પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખની પસંદગી કરાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના મહિલા પ્રમુખ હેતલબેન રાવલ સામે ખુદ શાસક પક્ષના નગરસેવકોએ જ મોરચો માંડતા અસંતોષની આગ ઠારવામાં સરેઆમ નિષ્ફળ રહેલા પક્ષના જિલ્લાના મોવડી મંડળના આદેશ મુજબ રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદ ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ હસમુખ પઢીયારે પદભાર સંભાળ્યો હતો. જોકે, મહિલા પ્રમુખની સીટ હોઈ પાલિકાના નવા પ્રમુખની વરણી માટે આગામી તા.12 સપ્ટેબરના બાર વાગે પાલિકાની સભા મળશે. જેમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવશે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: