લાઇવ મંગળ, ઓક્ટોબર 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસામાં તસ્કરોનો આતંક વધ્યો,નંદનવન સોસાયટી માં બંધ પડેલા મકાન માં રૂ.૨૨૮૬૦૦ ધરફોડ ચોરી

ડીસા શહેરમાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.. શહેરમાં જાણે કે લોકોની માલમિલકત જરા પણ સલામત ના હોય તેમ એક પછી એક ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી છે.. ત્યારે વધુ એક ઘરફોડ ચોરીની ઘટના શહેરના હાઇવે વિસ્તારમાં આવેલી નંદનવન રેસિડેન્સીમાં બની છે.. નંદનવન રેસિડેન્સીમાં રહેતા દશરથભાઈ પરમાર ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટન્ટનું કામ કરે છે.. તાજેતરમાં તેમના પત્ની પોતાના પિયર અમદાવાદ ગયેલા હતા અને દશરથભાઈ તેમના પિતા પાસે ગામડામાં ગયા હતા.. તે દરમ્યાન તેમનું મકાન બંધ હતું અને તસ્કરો તેનો ફાયદો ઉઠાવીને બંધ મકાનને નિશાન બનાવ્યું.. તસ્કરોએ આ બંધ મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરીને તિજોરીના લોક તોડ્યા અને તિજોરીમાથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 2.28.600ની ચોરી કરીને ફરાર થઈ ગયા છે.. દશરથભાઈ પરમાર ગામડેથી પરત તેમના ઘરે ફરતા તેમના મકાનનું તાળું તૂટેલું હતું અને મકાનમાં જઈને તપાસ કરતાં તેમના મકાનમાં રહેલી તિજોરીના તાળાં તૂટેલા હતા અને સમાન વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો.. આ ઘટનાને પગલે દશરથભાઈ પરમારે તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.. દશરથભાઈના પિતાના જણાવ્યાનુસાર તસ્કરોએ મકાનમાથી દાગીના અને રોકડ રકમ મળી 2.28.600 લાખની ચોરી કરી ગયા છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • ઓક્ટોબર 4, 2026

ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
Home • ઓક્ટોબર 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • ફેબ્રુવારી 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • ડીસેમ્બર 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (કાર્યાલય અને સંપર્ક)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ આર.એન.આઈ. / નોંધણી: