Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવવામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે એક તરફ વરસાદે તારાજી સર્જી છે તો બીજી તરફ વારંવાર સર્જાતા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં ડીસાના નેશનલ હાઈવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે વારંવાર નેશનલ હાઇવે પર સર્જાતા અકસ્માતો ને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે આવો જ એક અકસ્માત આજે ડીસા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્જાયો હતો જેમાં જેરડા તરફથી પેસેન્જર ભરીને સરકારી બસ ડીસા તરફ આવી રહી હતી તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ મારુતિ કાર એ બસને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતના પગલે કોઈ જ જાન-હાનિ થઈ ન હતી જે બાદ ટ્રાફિક જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને વાહનોને સ્થળ પરથી ખસેડી ટ્રાફિક છૂટો કરાવવામાં આવ્યો હતો

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: