Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

CBIના દરોડા બાદ AAP ગુજરાત યાત્રા યોજાશે, અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે

અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા એક પ્રેસ-કોન્ફરન્સમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ હિંમતનગર જવા રવાના થશે. હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે એક અગત્યની ઘોષણા કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરશે.

પૂરતો બંદોબસ્ત કરવા રાજ્ય પોલીસ વડાને આવેદન પત્ર આપશે

આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ તેઓને અંગત સૂત્રોથી માહિતી મળી છે કે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના ઉપર હુમલો થઈ શકે છે. જેથી તેમની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર 50 જેટલા વકીલો સાથે મળીને આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવે તેના માટે ગાંધીનગરના ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર, હિંમતનગર એસપી ભાવનગર એસપીને આવેદનપત્ર ‘ આપવામાં આવશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ખુબ જ સક્રીય બની છે અને આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 22 અને 23 ઓગસ્ટના રોજ પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જોકે આ વખતે તેમની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પણ આવવાના છે. તાજેતરમાં જ શરાબ આબકારી નીતિ મામલે મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડ્યા હતા. ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના પર હુમલો થઈ શકે છે તેવી સંભાવનાને પગલે બંને નેતાઓની કડક સુરક્ષા માટે રાજ્યના પોલીસ વડાને આજે બપોરે રજૂઆત કરશે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: