Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP આપશે BJPને ટક્કર, BJP માટે વિધાનસભા ચૂંટણીમાં સરળ નહિ રહે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલા જ આમ આદમી પાર્ટીએ 19 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જેમાંથી 5 બેઠક એવી છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો 5 હજારથી વધુ મતથી જીતી શક્યા નથી. એમાં પણ ખાસ કરીને દિયોદર, છોટાઉદેપુર, ગારિયાધાર અને રાજકોટ ગ્રામ્યમાં પાંચ હજાર કરતાં ઓછા મતથી જીત્યા છે. ભાજપ અને કૉંગ્રેસ બંને માટે AAPની 19 બેઠકના ઉમેદવારો પડકારરૂપ બની શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા એવી સીટો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ખૂબ જ પાતળી સરસાઈથી જીત્યા છે. બીજી આમ આદમી પાર્ટીનું ફોકસ સૌરાષ્ટ્ર અને સુરતના પાટીદાર ફેક્ટર પર છે. વેપારી, ખેડૂત અને આદિવાસી આગેવાનનીને આપની ટિકિટ મળતાં ભાજપ અને કોંગ્રેસમાં હવે એક પ્રકારનો કર પ્રસરી રહ્યો છે.

આ બેઠકો પર 2017માં ભારે રસાકસી જોવા મળી હતી

2017ની વિધાનસભાની ચૂંટણીમાં સુરતની ચોર્યાસી બેઠક પરથી ઝંખનાબેન પટેલે 1 લાખ 10 હજારથી વધુ મતે જીત મેળવી હતી. એ ઉપરાંત અમદાવાદની નરોડા બેઠક પર ભાજપના બલરામ થાવાણીએ 60,142 મતથી જીત મળવી હતી. રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ગોવિંદભાઇ પટેલ 47,121 મતથી વિજયી થયા હતા, જ્યારે બારડોલી બેઠક પર ભાજપના ઈશ્વરભાઈ પરમાર 34,854 મતથી જીત્યા હતા. કામરેજ ભાજપના વી.ડી. ઝાલાવડિયાનો 23191 મતથી વિજય થયો હતો. બેચરાજી બેઠક પર કોંગ્રેસના ભરત ઠાકોર ભાજપના ઉમેદવાર રજનીકાંત પટેલને 15811 મતથી હરાવ્યા હતા, એકમાત્ર દિયોદર બેઠક એવી છે, જ્યાં 2017ની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અંતે કોંગ્રેસના શિવાભાઈ ભુરિયાએ ભાજપના ઉમેદવારને માત્ર 972 મતથી પરાજય આપ્યો હતો.

સૌરાષ્ટ્રમાં પાટીદારોને રીઝવવા કેજરીવાલના સતત પ્રવાસો

આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસો કરી રહ્યા છે. તેઓ મોટે ભાગે સૌરાષ્ટ્ર અને સુરતમાં અવરજવર કરી રહ્યા છે. રાજકોટ અને સુરતમાં તેમણે લોકોને વીજળી અને શિક્ષણની ગેરંટી આપી હતી. એ ઉપરાંત સોમનાથનાં દર્શન કરીને હિન્દુ કાર્ડની પણ લહેર ઊભી કરી હતી. તે ઉપરાંત અમદાવાદમાં પણ તેમણે મહિલાઓ માટે તેમજ પોલીસકર્મીઓ માટેની ગેરંટી જાહેર કરી હતી. કેજરીવાલની નજર ખાસ કરીને પાટીદાર અને આદિવાસી મતો પર છે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: