ભડથ ગામની સીમમાંથી વધુ 7 જુગારીયાઓ ઝડપાયા

બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણીયા જુગારીયાઓ વિરુદ્ધ જિલ્લા પોલીસ મુહીમ ચલાવી રહી છે જે અંતર્ગત ડીસા માં ગઈકાલે બે અલગ અલગ જગ્યાએ રેડ કરી 15 જુગરિયાઓ ને ઝડપી લીધા બાદ આજે ભડથ ગામની સીમમાંથી વધુ 7 જુગારીયાઓ ઝડપાયા છે. LCB ની ટીમ ડીસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે માહિતી મળતા ભડથ ગામની સીમમાં તપાસ કરી હતી અને કેહરસિંહ વાઘેલાને ત્યાં તપાસ કરતા ખુલ્લા છાપરામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાઈ ગયા હતા પોલીસે જુગારનું સાહિત્ય, 6 મોબાઈલ અને રોકડ સહિત કુલ 73 હજાર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જ્યારે સાત શખ્સોને ડીસા તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા તાલુકામાં શ્રાવણ મહિનો શરૂ થતા ની સાથે જ લોકો ગેરકાયદેસર જુગાર રમવાનું શરૂ કરી દેતા હોય છે ત્યારે આ વર્ષે પોલીસ સક્રિય બની છે અને જ્યાં પણ જુગાર ધામ ચાલી રહ્યા છે ત્યાં તમામ જગ્યા ઉપર દરોડા પાડી જુગાર રમતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *