અંબાજી ભાદરવી મેળા ને લઈ તંત્ર ની તડામાર તૈયારીઓ ચાલુ..

અંબાજી ભાદરવી મેળા ને લઈ તંત્રની તડામાર તૈયારીઓ ચાલુ.. દાંતા થી અંબાજી તરફ ત્રિશુલીયા ઘાટી પર મેળાને લઇને કામગીરી શરૂ કરાઇ, આગામી ભાદરવી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દોડતું થયું, માર્ગ અને મકાન વિભાગ દ્વારા પહાડી વિસ્તાર પર ઝોખમી પથ્થરો હટાવવા કામગીરી શરૂ કરાઇ, કામગીરી દરમિયાન હાલ પૂરતા વાહનો ડાયવર્ઝન કરાયા, ત્રિશુલીયા ઘાટી વિસ્તારોમાં કામગીરી હાથ ધરાઇ છે હાલ, તારીખ 5 થી 10 સપ્ટેમ્બર ભાદરવી મહાકુંભ મેળો યોજવાનો છે, દર વર્ષની જેમ લાખો ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ચાલતા અંબાજી આવે છે, છેલ્લા બે વર્ષથી કોરોના કાલ ના લીધે મેળો બંદ હતો, આ વર્ષે મંજૂરી મળતા તંત્ર કામે લાગ્યું છે જે ને લઈ હાલ એક તરફનો માર્ગ ઘાટી પર કામગીરી ને લઈ બંદ કરાયો હતો, ભાદરવી મેળા દરમિયાન ભક્તો પર પથ્થરો ન પડે તે માટે કામગીરી શરૂ કરાઈ, તમામ સરકારી અધિકારીઓ લાગ્યા મેળા ની કામગિરી માં, પોલિસ, st બસ, geb તંત્ર તેમજ ઇમરજન્સી સેવા માટે 108ની ટિમ પણ સેવા માટે તૈયારી કરી દેવામાં આવી છે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *