રાજ્યના 15 જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસની અસરો જોવા મળી રહી છે. તેને રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ બધા વચ્ચે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં લમ્પી વાયરસ બાબતે બે ડોક્ટરોના ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂરતા પ્રમાણમાં રસી નથી અને રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે જેથી ડોક્ટરો ઇન્જેક્શનમાં મીઠાનું પાણી આપવાની સલાહ સુચન આપતા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. ત્યારે આ સમગ્ર બાબતે રાજ્યના પશુપાલન કેબિને રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રસીનો કોઈપણ પ્રકારનો ડોઝ ખૂટ્યો નથી. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસીકરણના સ્ટોકની વાત કરવામાં આવે તો પશુઓમાં જે લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને 15 જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા રસીનું વિતરણ કરવામાં આવ્યું છેે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલના તબક્કે 12000 જેટલા રસીના ડોઝ ઉપલબ્ધ છે, ત્યારે આવું આવનારા 24 કલાકની અંદર વધારાના બીજા 50,000 રસીના સ્ટોક પણ રાજ્ય સરકાર દ્વારા મોકલી દેવામાં આવશે. તેવું નિવેદન રાજ્યના પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે કર્યું હતું. બુધવારના રોજ રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષ મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 15 જિલ્લામાં જે પશુઓમાં લમ્પી વાયરસની અસરો જોવા મળી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ આ 15 જિલ્લાઓમાંથી પશુઓના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ જે જગ્યા પર લમ્પી વાયરસના કેસ જોવા મળે તેમાં પાંચ કિલોમીટરની ત્રિજ્યામા રસીકરણની ઝુંબેશ પણ વધુ સઘન કરવાની સૂચના પણ કેબિનેટ બેઠકમાં પશુપાલન વિભાગને આપવામાં આવી છે.