. આ જ સપ્તાહ મોદી અને આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવશે . દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ આવશે . રાજકોટ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ સાંજે સોમનાથ થી રાજકોટ પરત ફરશે . રાજકોટમાં તેઓ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ટાઉન હોલમાં બેઠક કરશે . બેઠકમાં તેઓ ઝ્ સહિતના પ્રશ્નો અંગે વેપારીઓ સાથે ચર્ચા કરશે . આવતીકાલે બપોરના ૧૨ વાગ્યે ટાઉન હોલ ખાતે આ બેઠક યોજાશે . વેપારીઓ સાથેની આ બેઠકમાં ચૂંટણી ઢંઢેરાને લઈને કેજરીવાલ મોટી જાહેરાત કરશે . બીજી બાજુ ખુદ વડાપ્રધાન મોદી પણ તારીખ ૨૮-૨૯ જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે . જેમાં તેઓ કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે . ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે . ઉલ્લેખનીય છે કે , વડાપ્રધાન મોદી ૧૫ જુલાઈથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના હતા . પરંતુ ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો હતો . વડાપ્રધાન મોદીના ગાંધીનગરના કાર્યક્રમની જો વિગતવાર વાત કરીએ તો , તેઓ ગીફટ સિટીની પણ મુલાકાત લેશે . ગાંધીનગરમાં તેઓ બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેશે . આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જિલ્લાના સાબરકાંઠા હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાશે . હિંમતનગરમાં તેઓ સાબર ડેરીના કાર્યક્રમમાં હાજર રહેવાના છે . એટલે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોકસ ઉત્તર ગુજરાત વધારે હોઇ શકે છે .
અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ રાજકોટના પ્રવાસે , સોમનાથ દાદાના દર્શન કરશે
Related News Stories
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
