Live Tue, Nov 10, 2026
Rajkot • 31°C Sunny

અમિત શાહની મોટી જાહેરાત – માણસામાં નજીકના ભવિષ્યમાં અતિ આધુનિક સિવિલ હોસ્પિટલ શરૂ કરાશે

ગુજરાતના બે દિવસ દરમિયાન પ્રવાસે આવેલા અમિત શાહે માણસામાં નવી જાહેરાતો આગામી સમયના વિકાસના કામોને લઈને કરી હતી. માણસામાં લાયબ્રેરીની ભેટ આપતા અમિતભાઈ શાહે કહ્યું હતું કે, માણસાની આ લાયબ્રેરી આજે વિશ્વની ૩૦ લાયબ્રેરીઓ સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાઈ છે. માણસાના યુવાનો બ્રિટિશ લાયબ્રેરી, અમદાવાદની એમ.જે.લાયબ્રેરી કે ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરી સાથે અહીં બેઠા જોડાઈ શકશે. તા. ૩૧ ઓગસ્ટ થી માણસાની લાયબ્રેરી ઓનલાઈન થશે. આ પ્રકારે માણસાના યુવાનો લાખો પુસ્તકોનો લાભ લઈ શકશે.અમિતભાઈ શાહે કહ્યું હતું કે, દેશનું ભવિષ્ય દેશમાં કારખાના કેટલા છે, દેશની સેના કેટલી મોટી છે કે, દેશ કેટલો ટેક્સ વસૂલ કરે છે તેના પર આધારિત નથી, પરંતુ દેશમાં લાયબ્રેરીનો લાભ કેટલા યુવાનો લે છે તેના પરથી નક્કી થાય છે. પૂર્વજોના આશીર્વાદથી માણસાની લાયબ્રેરીની ક્ષિતિજો વિસ્તરી છે, માણસાની લાયબ્રેરીમાં આજે ૧૦ કોમ્પ્યુટર છે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરતા થાય એટલે તરત જ ૪૦ કોમ્પ્યુટરની વ્યવસ્થા કરવામાં આવશે. માણસાના યુવાનોને આ પુસ્તકાલયનો વધુમાં વધુ લાભ લેવા તેમને અનુરોધ કર્યો હતો. અમિતભાઈ શાહે કહ્યું હતું કે માણસામાં નજીકના ભવિષ્યમાં જ અતિ આધુનિક સુવિધાઓ સાથેની સિવિલ હોસ્પિટલ શરૂ કરાશે. આ માટે માણસાના નાગરિકોને જવાબદારી ઉઠાવી લેવા તેમને આહવાન કર્યું હતું. માણસાની દૈનિક દસ લાખ લિટર પાણીની જરૂરિયાતને પૂરી કરવા પાણી પુરવઠા યોજનાને આકાર અપાઈ રહ્યો છે. એટલું જ નહીં માણસા-બાલવા માર્ગ ૪૦ કરોડના ખર્ચે ફોર લેન થઈ રહ્યો છે. માણસાની ગટર યોજનાનો રુ. ૫૦ કરોડના ખર્ચે વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. અંદાજે ૫૦૦૦ ટન ઘન કચરાના નિકાલની વ્યવસ્થા પણ માણસા નગરપાલિકાએ કરી છે. તેમણે કહ્યું હતું કે, આવનારા સમયમાં ખૂબ જ નજીકના ભવિષ્યમાં ૧૩ પ્રકારની સહકારી યોજનાઓના લાભો માણસામાં સાકાર થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં માણસામાં કોઈ જ સુવિધા બાકી ન રહે એવી વ્યવસ્થા કરવા માટે તેમણે સૌને આહવાન કર્યું હતું.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: