ડીસા તાલુકાના કંસારી ગામે આવેલ પ્રજાપતિ નગર પ્રાથમિક શાળા ખાતે બાળમેળો યોજાયો

વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ અન્ય પ્રવૃત્તિઓમાં આગળ વધે તે માટે દર વર્ષે સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળાઓની જેમ આગળ વધે તે માટે ખાસ સરકાર દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે આજે ગ્રામીણ વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકો માં પણ અનેક શક્તિઓ રહેલી હોય છે પરંતુ યોગ્ય માર્ગદર્શન મળતું ન હોવાના કારણે આજે આવા વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારમાં જ ખેતી કરતા હોય છે પરંતુ આજે જે પ્રમાણે દિવસેને દિવસે શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની જેમ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ પોતાનામાં રહેલ સુસુપ્ત શક્તિઓ આ આધારે આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના કંસારી ગામે આવેલ પ્રજાપતિ નગર પ્રાથમિક શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા આ બાળમેળામાં 200થી પણ વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો પ્રજાપતિ નગર પ્રાથમિક શાળા દ્વારા બાળ મેળાનો મુખ્ય ઉદેશ્ય ગ્રામીણ વિસ્તારના બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને બાળક દરેક ક્ષેત્રે આગળ વધે તે હતો જે અંતર્ગત આજે યોજાયેલ આ બાળમેળામાં વિદ્યાર્થીઓએ શાકભાજીની લારી વૃક્ષો બચાવવા માટે કાગળ પર ચિત્ર દોર્યા હતા, તે ઉપરાંત ફ્રુટ ની દુકાન શહેરી વિસ્તારમાં ચાલતા પાર્લર, માટીના અલગ અલગ પ્રકારના લોકોના મનમોહિને તેવા રમકડા, રસોઈ બનાવવાની તેમજ ચિત્ર સ્પર્ધા નું આયોજન થતાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલ સુષુપ્ત શક્તિઓ આધારે પ્રદર્શન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *