ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી.
સરહદી વાવ તાલુકાનાં પવિત્ર યાત્રાધામ ઢીમા શ્રીરામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ સંચાલિત શ્રીરામજી મંદિરનો 18મો પાટોત્સવ હોવાથી વહેલી સવારે આશ્રમમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ શ્રી રામજી મંદિરે પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.રામનવમીએ પવિત્ર યાત્રાધામમાં ભાવિક ભક્તોથી ઉભરાયું હતું.
આ પ્રસંગે મહામંન્ડલેશ્વરશ્રી જાનકીદાસજી મહારાજે જણાવ્યું હતું કે શ્રીરામજીનાં આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ