મે મહિના ની શરૂઆત માં હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગોમાં ધગધગતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે રાજ્યના અનેક શહેરોમાં ૪૦ ડિગ્રી ઉપર તાપમાનનો પારો વટાવી ગયો છે ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હીટવેવ ની આગાહી ને લઇ ગરમી નો પારો ૪૫ ડીગ્રી એ પહોંચ્યો છે રવિવાર ના રોજ ગરમી વધતાં લોકો ઘરની બહાર જવાનું ટાળતા શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં બપોરના સમયે રસ્તાઓ પણ સુમસામ બની ગયા હતા દિવસભર બનાસકાંઠા જિલ્લામાં લૂ ની અસર જેાવા મળી રહી છે જેને લઇ અંગ દઝાડતી ગરમીથી પ્રજાજનો પણ તોબા પોકારી ઉઠે છેગરમ સુકા પવનોની અસર તેમજ પવનની ગતિ 7 કિલોમીટરની આસપાસ રહેતી હોવાથી ગરમીનો પારો 46 ડિગ્રીની આસપાસ પહોંચતાં હીટવેવનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ, પવનની ઝડપમાં વધારો થવાની જેને પગલે વાવ સૂઇગામ અને થરાદ નું મહત્તમ તાપમાન 45 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું.