ડીસા વિધાનસભા બેઠક પર આજે ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીએ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.. પ્રવીણભાઈના સમર્થનમાં વિશાલ સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા અને પ્રવીણભાઈને પ્રચંડ સમર્થન જાહેર કર્યું હતું.
ડીસા બેઠક પર આજે ડીસાના લોકપ્રિય અને યુવા ચહેરા તરીકે જાણીતા પ્રવીણભાઈ માળીએ ડીસા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.. ઉમેદવારી નોંધાવતા પહેલા ભાજપ દ્વારા પ્રવીણભાઈના નિવાસસ્થાને જન આશીર્વાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં વિશાલ મંચ પર મોતી સંખ્યામાં ભાજપના તમામ સમાજના આગેવાનો એક સાથે જોવા મળ્યા હતા. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીને આશીર્વાદ આપવા માટે મોતી સંખ્યામાં તમામ સમાજની જન મેદની ઉમટી પડી હતી. સભાની શરૂઆત પહેલા સર્વ સમાજની દીકરીઓ દ્વારા પ્રવીણભાઈ માળીનું કુમ કુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આજની આ સભામાં પ્રવીણભાઈ માળીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય ગોરધનજી માળીની છબી જોવા મળી હતી. હજારોની સંખ્યામાં ઉપસ્થિત જન મેદની વચ્ચે પ્રવીણભાઈ માળીએ પણ જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ મંચ પરથી પ્રવીણભાઈ માળીએ પોતાનું વક્તવ્યની શરૂઆત કરતા ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.ત્યારબાદ બપોરના ૧૨.૩૯ના વિજય મુહૂર્ત પર પ્રવીણભાઈ માળી તેમના સમર્થકો સાથે ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપના ડીસા વિધાનસભાના ઉમેદવાર પ્રવીણભાઈ માળી મીડિયા સમક્ષ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.