આજ રોજ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જીલ્લા યુવા મોરચાની પહેલી કારોબારી બેઠક ડીસા શહેર નગરપાલિકા ના હોલ ખાતે બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ડીસા વિધાનસભા ના ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યાજી સાથે ડીસા શહેર ભાજપ ના મહામંત્રી રાકેશભાઈ પટેલ ડીસા નગરપાલિકાના યુવા પ્રમુખ રાજુભાઈ ઠક્કર પ્રદેશ યુવા મોરચાના મહામંત્રીશ્રી ર્ડો.નરેશભાઈ દેસાઈ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખશ્રી નરેશભાઈ ઠાકોર બનાસકાંઠા જીલ્લા ના યુવા ઉત્સાહી પ્રમુખ સાગરભાઈ ચૌધરી બનાસકાંઠા જીલ્લા ના પ્રભારી મયંકભાઈ બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અલ્કેશભાઈ જોશી અને પ્રદેશ અને જીલ્લા ના હોદેદારો અને હાલ માં ભારતીય જનતા પાર્બટી ગુજરાત પ્રદેશ ના સભ્ય હરેશભાઈ પટેલ (કુંભારડી) તેમજ બનાસકાંઠા જિલ્લાના દરેક મંડળના પ્રમુખ અને મહામંત્રી સાથે હોદ્દેદારો હાજર રહ્યા હતા.આ બેઠકમાં વધારેમાં વધારે યુવા મોરચા માં કાર્યકરો ને જોડવા માટે હાંકલ કરવા માં આવી અને જરુરી સુચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં ખાસ પ્રદેશ યુવા મોરચાના મહામંત્રીશ્રી ર્ડો.નરેશભાઈ દેસાઈ એ ડીસા ના ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યાજી ના શ્રીનગર ના લાલ ચોકમાં ફરકાવેલ રાષ્ટ્ર ધ્વજ ને યાદ કરી જુની યાદો ને તાજી કરતા ખુબ જ વખાણ કર્યાં હતાં.
ડીસા : મહાવીર શાહ