- દર્દી ઓ ને વારે આવ્યા વાવ ના યુવા મિત્રો
- યુવા મિત્રો ના સાથ સહકાર રામજીમંદિર ખાતે રસોડું ચલાવી રહ્યા છે
- સવાર –સાંજે ટીફીન સર્વિસ પૂરી પાડી રહ્યા છે
- દર્દી ઓ અને તેમના સ્વજનો માટે ચા –નાસ્તા સહીત ની સગવડ

સરહદી પંથક માં કોરોના ની મહામારી ચાલી રહી છે જેમાં સરહદી પંથક ના યુવા મિત્રો દ્વારા ઉત્તમ ઉદાહરણ પુરુપાડવામાં આવ્યું રહ્યું છે જેમાં વાવ ના રામજીમંદિર ખાતે ટીફીન સેવા નું કામ ચાલી રહ્યું છે એક ફોન ના ટકોરે વાવ રેફરલ હોસ્પિટલ ના દર્દી ઓ માટે જમવા માટે ટીફીન પહોચી જાય છે .જેમાં ટીફીન અને ચા -નાસ્તા સહીત ની ઉત્તમ ખોરાક પહોચાડી હોસ્પિટલ દર્દીઓ ની સેવા કરી રહ્યા છે જેમાં સવારે ચા અને બાફેલા મગ ત્યારબાદ ૯ અને ૫ વાગે મોસંબી નો રસ અને બપોર ના ૧૨અને રાત્રી ના ૮ વાગે ટીફીન પહોચાડવામાં આવે છે જેવું માનવતા ભર્યું કામ વાવ યુવા મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ સ્થળ ની મુલાકાત કરી હતી અને યુવા મિત્રો દ્વારા જાણાવવા આવ્યું કે આ લોક હિત નું કાર્ય છે અને અમારી બનતી તમામ સેવા ઓ પૂરી પાડી એ છીએ