યીપી સીએમ યોગી આદિત્યનાથે કોઈનું નામ લીધા વિના આપ પર પ્રહારો કરતા કહ્યું કે, આદમી પાર્ટીના જે નમૂના આવ્યા છે દિલ્હીથી એ આતંકાવાદનો સાચો હિતોચ્છુ છે. એ અયોધ્યામાં રામ મંદિરનો વિરોધ કરે છે. ભારતની સેના પાકિસ્તાનની અંદર જઈને સર્જીકલ સ્ટ્રાઈક કરીને ભારતના સૈનિકોને કહેતા એ બહાદુર જવાનોને કહેતા કે તેનું પ્રમાણ પત્ર શું છે. પાકિસ્તાન એ સમયે રાડો પાડતું હતુંકે, ભારતે અમારી કમર તોડી નાખી. જે ભ્રષ્ટાચારી અને આતંકવાદી સમર્થકો છે. આતંકવાર ભ્રષ્ટાચાર તેમના જિન્સનો હિસ્સો છે તેમને વોટ આપીને વોટને કલંકીત ના કરવા જોઈએ.
સોમનાથ વેરાવળ ખાતે આવેલા યોગી આદિત્યનાથે જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. જોરદાર શાબ્દિક પ્રહાર કરતા યોગીએ કહ્યું કે કોંગ્રેસે ક્યારેય મુસ્લિમોના મત માટે હિંદુઓને માન આપ્યું નથી અને હંમેશા હિંદુઓની આસ્થાને નબળી પાડવાનું કામ કર્યું છે. તેમ પણ યોગી આદિત્યનાથે કહ્યું હતું.
કોંગ્રેસ સરદાર સાહેબની સમ્માન નથી કરી શકી, સોમનાથનો પૂર્ણોદ્ધાર સરદાર સાહેબ કરવા માંગતા હતા ત્યારે કોંગ્રેસ ના પાડતી હતી. કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ મુસ્લિમ વોટ બેન્ક માટે લોકોની આસ્થાને સમ્માન નહોતી આપવા માંગતી. સરદાર સાહેબ દરીયા કિનારે સંકલ્પ કરીને કામને આગળ વધાર્યું હતું. તેમ સીએમ યોગીએ કહ્યું હતું.