બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે બુકણા પ્રાથમિક શાળામાં આચાર્ય,SMC સભ્યો,શિક્ષકો,ગ્રામજનો,તથા બાળકોની હાજરીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.વર્તમાન સમયમાં વિશ્વમાં વધી રહેલા શારીરીક અને માનસિક રોગોનો એક ઘરેલું ઉપચાર (યમ,નિયમ,આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર) યોગ છે.નિયમિત યોગ અભ્યાસ કરવાથી શરીરમાં નિર્બળતા દૂર થાય છે.શારિરીક અને માનસિક રીતે શરીર તંદુરસ્ત રહે છે.આ ઉદેશ્ય અનુલક્ષીને સમગ્ર વિશ્વમાં 21જૂને ‘યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો.સૌ પ્રથમ હળવી કસરત કરી યોગની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે ઉભાદાવ,બેઠકદાવ,પીઠ પર સૂતા દાવ, શરીરે ચત્તા સુઈને કરવામાં આવતા તમામ આસનો કરવામાં આવ્યાં.સાથે સાથે વિવિધ પ્રાણાયામ, મુદ્રાઓ, ૐ ઉચ્ચારણ,ઉરક,રેચક,કુંભક,તેમજ શ્વાસોશ્વાસના નિયમન વિશે બાળકોને સહઅભ્યાસથી માહિતગાર કરવામાં આવ્યાં.અંતે વિશ્વ શાંતિપાઠ અને વિશ્વમંગલ યાચના કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.