
- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, એ યોગ સાથે જોડાવાનો દિવસ છે. એ વિશ્વ બંધુત્વનો દિવસ છે. તે માનવીય એકત્વનો દિવસ છે, જે આપણને જોડે છે અને સાથે લાવે છે તે યોગ છે. જે અંતરને ખતમ કરે છે તે યોગ છે.કોરોનાના આ સંકટ દરમ્યાન સમગ્ર દુનિયાના લોકોનો માય લાઈફ- માય યોગા વીડિયો બ્લોગીંગ સ્પર્ધામાં સામેલ થતાં જોઈ શકાય છે અને જણાય છે કે યોગ તરફનો ઉત્સાહન કેટલો વધી રહ્યો છે, જેને સાર્થક કરતા સરહદી વિસ્તાર સુઇગામ તાલુકાના ઝીરો પોઈન્ટ પર BSF ના જવાનો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
ત્યારે બીજી બાજુ વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 109 મી શાખા, 37 મી શાખા અને 1055 આર્ટિલરી રેજિમેન્ટ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, દૌતીવાડા દ્વારા યોગાસન કાર્યક્રમ યોજાયો. બોડર ના જવાનો દ્વારા સાથે મળીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બટાલિયન નંબર 109 બટાલિયન 37 અને આર્ટિકલ ૧૦૫૫ રાજી રેજીમેન્ટ બોર્ડર સિક્યુરીટી ફોર્સ દાંતીવાડા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિનોદકુમાર , દિલીપકુમાર સહિતના અફસરો અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા