આજે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી થઈ રહી છે .ત્યારે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પોલિસ દ્વારા ચાલો વૃક્ષો વાવીએ પર્યાવરણ બચાવીએ મંતવ્ય ન્યૂઝ દ્વારા ના 75 લાખ વૃક્ષો રોપવા ના અભિયાન ને સાર્થક કરવા , ગુજરાતને હરિયાળું બનાવવા દિયોદર પોલિસે વૃક્ષા રોપણ કાર્ય અંતર્ગત દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી ટી ગોહિલ, દિયોદર પી એસ આઈ જે. એન દેસાઈ સહિત દિયોદર પોલિસ સ્ટાફ દ્વારા દિયોદર ડી વાય એસ પી કચેરી ના પ્રાંગણમાં, દિયોદર પોલિસ સ્ટેશન ના ગ્રાઉન્ડ ખાતે વિવિઘ પ્રકારના લીમડા, બદામ, નાળિયેરી, બોરસલી સહિતના વૃક્ષો ના છોડ નું રોપણ કર્યું હતું.અને મંતવ્ય ન્યૂઝ ના અભિયાન માં જોડાયા હતા. દિયોદર પોલિસે મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા હરિયાળું ગુજરાત બનાવવાની સામાજિક પહેલને આવકારી સામાજિક સંસ્થાઓ, લોકોને ગુજરાત ને હરિયાળું બનાવવા વધુ માં વધુ વૃક્ષો ગામની ખુલ્લી જગ્યામાં, ખેતરના શેઢા ઉપર વધુ વૃક્ષો વાવીએ અને મંતવ્ય ન્યૂઝ ના ચાલો વૃક્ષો વાવીએ અભિયાન ને સાર્થક કરી એ અને આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી સતત વધુ વૃક્ષો વાવીએ વનસ્પતિઓનું ઉત્થાન થાય , પર્યાવરણ ને સૂદ્ધ, સુંદર બનાવી એ તેવી લોકોને અપીલ કરી હતી.