દિયોદર પોલીસ સ્ટેશન હદમાં આવતા લવાણા ગામે અગમ્ય કારણોસર મહિલાએ કરી આત્મ હત્યા..

દિયોદર પોલીસ હદ વિસ્તારમાં આવતા લાખણી તાલુકાના  લવાણા ગામની  મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગામની સીમમાં આવેલા ખેતરમાં શિલ્પાબેન ઇશ્વરભાઈ વાલ્મીકિએ ઉમર – વર્ષ 22 જેઓએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરતા મૃત્યુ પામ્યા હતા.  મૃતક મહિલા શિલ્પાબેન દિયોદર તાલુકાના જાલોઢા ગામના બળવંતભાઈ છગનભાઈ સાથે લગ્ન થયા હતા જ્યાં બે વર્ષ ના લગ્ન સમય મા દોઢ વર્ષની બાળકી ની માતાએ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ઘટનાની જાણ દિયોદર પોલીસને થતાં ઘટના સ્થળે દિયોદર પોલીસ દોડી આવી હતી . જ્યાં મહિલાની શવ  ને દિયોદર પોલીસએ દિયોદર રેફરલ હોસ્પિટલ  ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાના પિતાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર રેફરલ હોસ્પિટલ ના પેનલ ડોક્ટર દ્વારા પેનલ પી.એમ કરાવી. દિયોદર પોલીસ મથકે એડી મુજબ ગુન્હો નોંધાયો છે. જ્યાં  આગળની તપાસ દિયોદર ડીવાયએસપી  પી. એચ. ચૌધરી ચલાવી રહ્યા છે..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version