વાવ તાલુકાનાં આછુવા ગામે પરણિત મહિલા નીલાબેન મેવાભાઇ પરમાર અંદાજીત ઉ.વર્ષ .૪૬ અગમ્ય કારણો સર પોતાના ખેતર માં આવેલ બાળવ ના ઝાડ સાથે દોરડા વડે ફાંસો ખાધેલ હાલતમાં મળી આવતા મહિલા પરિવારજનોએ પોલીસને જાણ કરાતા પોલીસ ધટના સ્થળે પહોંચી મૃતક મહિલાનાં પિયર પક્ષને જાણ કરી મહિલાનાં મૃતદેહને પી.એમ અર્થે વાવની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી
વાવ પોલીસ મથક દ્વારા મળતી માહિતી મુજબ મરણ પામનાર નીલાબેનનાં પતિ દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતાં હતા.ત્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પણ મદદગારી કરતાં હોઈ નીલાબેનને મરી જવા મજબુર કરતા ગળે ફાંસો ખાઈ લીધો હતો.મેવાભાઈ હરચંદભાઈ પરમાર,છગનભાઈ હરચંદભાઈ પરમાર,મોડાભાઈ જગદીશભાઈ પરમાર,પ્રવીણભાઈ મઘાભાઈ પરમાર સામે આઈપી.સી ૪૯૮એ ,૩૦૬ ,૧૧૪ મુજબ નો ગુન્હો નોધી વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.