ગુજરાતની 6 બેઠકો જ્યાં ભાજપ અત્યાર સુધી જીતથી દૂર છે. આ વખતે ભાજપના સમીકરણો બદલાયા છે ત્યારે આ વખતે પણ બીજેપીએ અલગ રણનિતી બનાવી છે ત્યારે શું આ વખતે ત્યાં વિજય પતાકા લહેરાવી શકશે કે કેમ એ તો મતદારો જ નક્કી કરશે ત્યારે જાણો કઈ છે આ બેઠકો કે જ્યાં હજુ સુધી કમળ ખીલી શક્યું નથી.
આપના આવવાથી પરીણામો બદલાઈ શકે તો નવાઈ નહીં
ગુજરાતના ઈતિહાસમાં કેટલીક બેઠકો એવી છે જે રાજકીય રીતે ઘણી રસપ્રદ રહી છે. કેટલીક બેઠકો પર ભાજપનું પ્રભુત્વ છે તો કેટલીક બેઠકો પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. આવી બેઠકો પર કંઈ પણ થઈ શકે છે પરંતુ કોંગ્રેસ અને ભાજપ વર્ષોથી જીતી રહ્યા છે. સાથે જ ઘણી એવી બેઠકો છે જ્યાં તમામ પક્ષો જોર લગાવી રહ્યા છે આ વખતે આપના આવવાથી પરિણામો બદલાઈ શકે છે.
આ બેઠકો ભાજપ હજુ સુધી જીતી નથી
આ બેઠકો મહુધા, ઝઘડીયા, બોરસદ, આંકલાવ, વ્યારા અને વાંસદા બેઠકો છે, જે ભાજપે ક્યારેય જીતી નથી. ભાજપના 27 વર્ષના શાસન પછી, તમને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થશે કે એવી કઈ બેઠકો છે જ્યાં કેશુભાઈ, નરેન્દ્ર મોદી, આનંદીબેન, વિજયભાઈ કે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ક્યારેય કોઈ રાજકીય પ્રભાવજીત તરફ નથી દોરી શક્યો.
આ છ સીટોના ગણિતને આ રીતે સમજો
ખેડા જિલ્લાના મહુધામાં ઠાકોર અને પાટીદારોનું મહત્વ છે. આ સિવાય ઝઘડીયા બેઠક પર BTPનું વર્ચસ્વ છે. 1990થી અહીં છોટુ વસાવા જીતી રહ્યા છે. બોરસદ બેઠક પર કોંગ્રેસ મજબૂત છે. નવી સીમાંકન બાદ અંકલાવ સીટ અસ્તિત્વમાં આવી. કોંગ્રેસ અહીં બે વખત જીતી છે. વાસંદા બેઠક પર આદિવાસી મતદારોનું વર્ચસ્વ છે. કોંગ્રેસ સિવાય વ્યારા બેઠક પર કોઈ જીત્યું નથી. જ્યાંથી ભાજપે પ્રચાર પણ પુરજોશમાં આ વખતે કર્યો છે.
શું અહીંના મતદારો ક્યારેય ભાજપ સરકારથી પ્રભાવિત થયા નથી
શું અહીંના મતદારો ક્યારેય ભાજપ સરકારથી પ્રભાવિત થયા નથી જો કે રીઝલ્ટ દર વખતે આવતા આ ક્યાસ લગાવી શકાય છે. જે એક મોટો પડકાર કહી શકાય. ખરી લડાઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના મતદારોને આકર્ષવા તમામ પ્રયાસો કરે છે. એમાં કોઈ શંકા નથી કે 8 તારીખે ચિત્ર સ્પષ્ટ થશે. ગુજરાતમાં 6 એવી સીટો છે જ્યાં 27 વર્ષમાં બીજેપી ક્યારેય જીતી નથી. ત્યારે આ વખતે ભાજપનું કેમ્પેઈન, નવી રણનિતી કે અન્ય સમીકરણો કામ આવે છે કે કેમ તે સમય જ બતાવશે.