કોંગ્રેસ ના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉત્તર ગુજરાતના રાજકારણના સૌથી આક્રમક નેતા ગણાય છે. તેમની પોપ્યુલારિટી પણ એટલી જ છે. ગેનીબેને અનેકવાર દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેઓએ જનતા રેડ કરીને દારૂ વેચનારાઓને પકડાવ્યા છે, તો દારૂ બનતી ભઠ્ઠીઓનો પણ ખેલ ખુલ્લો પડ્યા છે. આવામાં ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ જ દારૂ સાથે ઝડપાયો છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ પાસેથી 2 વિદેશી દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, LCB પોલીસને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ બકવાસ કરતો હોવાની બાતમી મળી હતી. જેના બાદ પોલીસે રેડ પાડી હતી. પોલીસે રેડ કરતા ગેનીબેન ઠાકોરના સગાભાઈ રમેશજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે રમેશજી ઠાકોર પાસેથી વિદેશી દારૂના 2 ક્વાર્ટર કર્યા જપ્ત કર્યા હતા.
જોકે ગેનીબેનના ભાઈ રેમશજી ઠાકોર પીધેલી હાલતમાં હોવાનો પોલીસનો આક્ષેપ છે. ભાભર પોલીસે ગેનીબેન ઠાકોરના ભાઈ રમેશજી ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પંરતુ આ વચ્ચે બનાસકાંઠાનું વાતાવરણ ગરમાયું છે. દારૂબંધી ઉપર અને જિલ્લા પોલીસ ઉપર અનેક સવાલો ઉઠાવનાર ગેનીબેન ઠાકોરનો સગો ભાઈ પીધેલી હાલતમાં દારૂ સાથે પકડાતા હડકંપ મચી ગયો છે. ભાભર પોલીસ મથકે રમેશ નગાજી ઠાકોર અને પ્રહલાદ મણાજી ઠાકોર વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જોકે ગેનીબેન ઠાકોરે મીડયા સમક્ષ અનેક આક્ષેપો પણ કર્યા છે. પોલીસ કાયદાકીય રીતે પોતાનું કામ કરી શકે છે. તેવી પ્રતિક્રિયા સામે આવી છે