કટાવ પ્રાથમિક શાળામાં B.S.F દ્વારા શસ્ત્ર નિદર્શન કાર્યક્રમ યોજાયો.
સુઇગામ તાલુકાની અંતરિયાળ કટાવ પ્રાથમિક શાળામાં B.S.F 123 બટાલિયન દ્વારા શાળાના બાળકોને સેના દ્વારા વપરાતાં વિવિધ યુદ્ધ શસ્ત્રો વિશે માહિતી મળે તે માટે શસ્ત્ર નિદર્શન કાર્યક્રમ નું આયોજન કરાયું હતું,જેમાં વિવિધ હથિયારો,ગન,સહિતના શસ્ત્રો વિશે B.S.Fના જવાનોએ શાળાના બાળકોને માહિતી માર્ગદર્શન આપ્યું હતું,જેમાં સુઇગામ B.S.F કેમ્પના 123 બટાલિયનના કમાનડેન્ટ સહિત જવાનો ઉપસ્થિત રહ્યા હતા.બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો હતો,કાર્યક્રમ નું સફળ આયોજન શાળાના આચાર્ય પરસોત્તમ ભાઈ દેસાઈ અને શાળા પરિવારે કર્યું હતું.
કટાવ પ્રાથમિક શાળામાં B.S.F દ્વારા શસ્ત્ર નિદર્શન કાર્યક્રમ યોજાયો

Leave a Comment