ગુજરાત એટલે દારૂબંદી વાળું ગાંધી નું ગુજરાત. પરંતુ જયારે ચૂંટણી આવે ત્યારે દારૂ ની મહેફિલો જામતી હોય છે. અને દારૂ ની રેલમાં છેલ થતી જોવા મળતી હોય છે. જયારે અંગે ધાનેરા વિધાનસભા મત વિસ્તાર ના ઉમેદવારો ને સવાલ કરવામાં આવતા નીત નવા જવાબો જાણવા મળ્યા. હતા. જેમાં ભાજપ કાર્યકર્તા એ તો જાણે અગાઉ નું સ્વીકાર કરતા હોય એ રીતે જવાબ આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા ખાતે સમૃદ્ધ ધાનેરા એક જ લક્ષ્ય નામ ના સંગઠન દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાતા તેમના ઉમેદવારો થી સીધો સવાલ કરી શકે એવુ આયોજન હતું ત્યારે આ પ્રોગ્રામ વખતે ચૂંટણી દરમ્યાન દારૂ ની લ્હાણી કરવામાં આવે છે એ અંગે શુ કહેવું છે ઉમેદવારો નું એવો સવાલ પૂછવામાં આવતા ભાજપ ના ઉમેદવાર વતી હાજર રહેલ સવાજી ઠાકોર ભાજપના કાર્યકર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે અમે હવે દારૂ નહીં વહેંચીયે. મતલબ ભાજપ તરફ થી હાજર રહેલ લોકો સ્વીકારે છે કે દરેક ચૂંટણી માં દારૂ થી મતો ખરીદે છે યા અગાઉ ની ચૂંટણી ઓ માં પોતે દારૂ વહેંચતા હતા?? કે સુ તેવો ચર્ચાતો સવાલ…
એક તરફ બનાસકાંઠા જિલ્લા ના દાંતા વિધાનસભા મતવિસ્તાર ના ભાજપ ના ઉમેદવાર પર દારૂ વિષે જાહેર માં બોલવા પર ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે બીજી તરફ ધાનેરા ભાજપ ના અગ્રણીઓ અને ઉમેદવાર તરફ થી જાહેર મંચ પર હાજર રહેતા લોકો દ્વારા આવી વાતો નો સ્વીકાર કરવામાં આવે છે કે અમે હવે દારૂ નહીં વહેંચીયે એનો શું અર્થ સમજવો.?? છે જવાબ આ અંગે ધાનેરા ભાજપ ના ઉમેદવાર યા ધાનેરા ભાજપ ના આગેવાનો જોડે?? જયારે આજ સવાલ ધાનેરા વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર તરફ થી હાજર રહેલ વિરમાભાઈ કાગ ને પૂછવામાં આવતા એવો જવાબ આપ્યો હતો કે અમને મત નહીં મળે એ ચાલશે પરંતુ અમારી પાર્ટી દ્વારા ચૂંટણી અને મતો નામે દારૂ ની વિતરણ તો નહીં જ કરવામાં આવે.