બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ખાતે જીયોમેમ્બ્રન સાથેની ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટની સફળતાના પગલે ઉત્તર ગુજરાતમાં આ પ્રોજેક્ટને લગતી યોજના અમલી બનાવાશે.. મંત્રીશ્રી ઋષિકેશ પટેલ રૂ. ૩૪૦ લાખના ખર્ચથી નિર્માણ પામેલ ૧૮૧ ખેત તલાવડીથી ૭૬૦૦ લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શિયા ખાતે આરોગ્ય અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ. ૩૪૦ લાખના ખર્ચથી નિર્માણ પામેલ જીયોમેમ્બ્રન ૧૮૧ ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, વાવ, થરાદ અને ભાભર તાલુકાના ભૂગર્ભ જળની સપાટી ખૂબ ઉંડી જવાથી સિંચાઇ માટેના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ યોજના અમલી બનાવાઇ છે. આ પ્રસંગે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડુતો ખેત તલાવડીના પાયલોટ પ્રોજેક્ટથી માહિતગાર થાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. ખેત તલાવડીઓના પાયલોટ પ્રોજેક્ટની સફળતાના પગલે ઉત્તર ગુજરાતમાં આ પ્રોજેક્ટને લગતી યોજના અમલી બનાવાશે. તેમ કહ્યું હતું