રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા મતદારોની આગળ પાછળ દોટ લગાવી રહ્યા છે.ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ની વાવ બેઠક પર રાજકીય ઉમેદવારો નું ચિત્ર સ્પસ્ટ થયું.છે જેમાં આજે તા. ૨૧ નવેમ્બર સોમવારે ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે એક ઉમેદવારે ઉમેદવારી પત્ર ખેચ્યું છે ત્યારે અન્ય ૫ ઉમેદવારે ઉમેદવારી ખેંચવા આવ્યા ના હોવાથી વાવ વિધાનસભા વિધાનસભા બેઠક ઉપર કુલ ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણીના મેદાનમાં છે. ત્યારે બપોરે 3 કલાકે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થતા કોંગ્રેસ માં ગેનીબેન ઠાકોર ,ભાજપ માં સ્વરૂપ જી ઠાકોર ,ભેમજી ચૌધરી આપ, નયનાબેન પરમાર bsp ,અમીરામ શંકરભાઈ આશલ અપક્ષ,શાંતિલાલ રાઠોડા અપક્ષ જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે.
આગામી 5 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વાવ બેઠક પર ૩૨૩ મતદાન મથક ઉપર બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ નિષ્પક્ષ અને નિર્ભય વાર્તાવરણમાં ચૂંટણી યોજવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકશાહીના મહા પર્વમાં મતદારોને જોડાવવા અપીલ કરી છે.