- વાવ ખાતે વિસ્તરણ રેંજ ના અધિકારી દ્વારા વ્રુક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો.
- ગામ ના યુવાનો અને અગ્રણી ઓ હાજરી આપી હતી .
- અંદાજે ૫૦ જેટલા તુલસી ના છોડ નું રોપણ કરવામાં આવ્યું

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવાય છે.જેને ધ્યાન માં રાખી આજ રોજ તા :૦૫/૦૬/૨૦૨૧ ના રોજ વાવ વિસ્તરણ રેંજ ફોરેસ્ટ અધિકારી નયનભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન મુજબ આજ રોજ વાવ ના દુધેશ્વર મંદિર ના પ્રાંગણમાં માં અંદાજે ૫૦ જેટલા તુલસીના છોડ નું રોપણ કર્યું હતું જેની સાથે ગામ ના અગ્રણી ઈશ્વરભાઈ ખોડાભાઈ વેઝીયા તેમજ નામી અનામી લોકો અને નવયુવાનો એ હાજરી આપી હતી જયારે આ વુક્ષા રોપણ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વાવ રેંજ ના વન કર્મીઓ અને સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી વુક્ષા રોપણ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો