સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હવે દિવસ હોય કે પછી રાત કોઈ પણ સમયે ચોર ટોળકી વાહનોની ઉઠાનતરી કરી જતી હોય છે જે બાબતે વાહન ચોરોએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે સ્થળ પરથી જ અથવા તો ઘર બેઠા જ ઓનલાઈન એફઆઈઆર મોબાઈલથી કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એપ બનાવવામાં આવી છે જેના કારણે લોકોએ હવે પોલીસ સ્ટેશન જવાને બદલે તાત્કાલિક પોતાના મોબાઈલથી જ વાહન ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાવી શકાશે . જે અંતર્ગત આજે ડીસા તાલુકાના વિઠોદર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે ડીસા તાલુકા પોલીસ દ્વારા ઈ એફ આઈ આર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડીસા તાલુકા પોલીસના વિક્રમદાસ ગઢવી શિવરામભાઈ તેમજ મોટી સંખ્યામાં ડીસા તાલુકા પોલીસ નો સ્ટાફ હાજર રહ્યો હતો. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો પોતાના વાહનોની ચોરી થયા બાદ સિદ્ધિ મોબાઇલ એપ થી ફરિયાદ દાખલ કરી શકે તે માટે આજે પોલીસ જવાનો દ્વારા સમજણ પૂરી પાડવામાં આવી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં વિઠોદર ગામના સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો