ગુજરાત સરકાર નો ડ્રીમ પ્રોજેકટ તારંગા અંબાજી રેલવે લાઇનને લઈને દાંતા તાલુકાના ચોરાસણ અને રંગપુર ગામના ગ્રામજનોનો વિરોધ દર્શાવ્યો છે.જેમાં ચોરાસણ અને રંગપુરના 70 જેટલા ખેડૂતો જમીન વિહોણા થવાની દહેશત થી ગ્રામજનોએ એકઠા થઈ અને વિરોધ કર્યો હતો સાથે રેલવે લાઈનનો સર્વે બદલાય તેવી માંગણી કરી હતી. તેમજ આદિવાસી ખેડૂતો અને ગ્રામજનો નુકસાન ન થાય તે પ્રકારે લાઈન નું સર્વે કરી અને રેલ્વે લાઈન નાખવાની માંગ રેલ્વે લાઈનમાં સર્વે બદલી અને સુરંગ કરી જુના સર્વે મુજબ રેલવે લાઈન નાખવાની માંગ પ્રથમ કરેલા સર્વેમાં ટુંડિયા થી નીકળતી હતી.પરંતુ રંગપુર અને ચોરાસણ ગામે સર્વે કરાતા ગ્રામજનો વિરોધ દર્શાવ્યો હતો.જેથી તારંગા અંબાજી રેલવે લાઇન દાતા તાલુકાના ચોરાસણ રંગપુર ગોરાડ સહિતના ગામોને ખેડૂતોને અસર કરતી હોવાથી સાંસદ પરબત પટેલે પત્ર પણ લખ્યો છે કેન્દ્ર સરકાર ને તારંગા થી અંબાજી આબુરોડ રેલવે પ્રોજેક્ટના સર્વેનું ચાલી રહ્યું છે. જે કામ જો રેલવે તેમના ખેતરોમાંથી પસાર થશે તો પહેલી રેલ્વેની લાઈનમાં પડતું મૂકી આપઘાત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી