લાખણી તાલુકાના ખેરોલા ગામમાં બે વર્ષ અગાઉ 14 માર્ચ 2021ના રોજ 13 માસની દીકરી ઘોડિયામાં સૂતી હતી અને તેની માતા બાજુના ખેતરમાં છાશ લેવા માટે ગયા હતા..તે દરમિયાન 55 વર્ષનો ખેતર માલિક હીરાભાઈ ચેલાભાઈ રબારીએ આવી ઘોડિયામાં સૂતેલી 13 માસની દીકરીના ગુપ્ત ભાગે અડપલા કરી ઇજા પહોંચાડી હતી. જે બાદ બાળકી રડવા લાગી અને મેડિકલ તપાસ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગ અડપલા કર્યાનું ખુલતા માસૂમ દીકરીની માતાએ આગથળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.આ અંગેનો કેસ શુક્રવારે દિયોદર એડિશનલ સેશન જજ કે.એસ.હિરપરાની કોર્ટમાં ચાલી જતા ફરજ પરના સરકારી વકીલ ડીવી ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી હીરાભાઈ ચેલાભાઈ રબારીને 20 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ અને ભોગ બનનારની માતાને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.