જીસી ઇઆરટી ગાંધીનગર તેમજ જીલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રેરિત બી.આર.સી.ભવન વાવ આયોજિત વાવ તાલુકા કક્ષા નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩ નો કાર્યક્રમ વાવ તાલુકા ના એટા ખાતે આવેલી આનંદ વિદ્યાલય & આર્ટસ કોલેજ એટા ખાતે યોજાયો હતો. વાવ તાલુકાની 15 ક્લસ્ટરની 127 શાળાઓમાંથી શ્રેષ્ઠ 75 કૃતિઓએ ભાગ લીધો હતો. ભૂરાજી રાઠોડ- પ્રમુખ શૈ.મ.બ.કાં, સતિષભાઈ દેસાઈ-ચેરમેન શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભર, જશવંતભાઈ રાવલબોર્ડ મેમ્બરશ્રી ગુ.મા અને ઉ.મા.શિ.બોર્ડ ગાંધીનગર, પ્રવીણભાઈ જોશી -જિલ્લા મંડળી ડિરેક્ટર વાવ, નારણભાઈ સેંગળ- ચેરમેન શરાફી મંડળી વાવ, તથા શિક્ષક મહાસંઘ વાવ,શૈક્ષિક મહાસંઘ વાવ, ભગવાનભાઈ વ્યાસ ,ઉત્કર્ષ મંડળ વાવના તમામ હોદ્દેદારશ્રીઓ,પે સેન્ટર આચાર્યશ્રીઓ,સીઆરસીશ્રી ઓ,બી.આર.સી ભવન સ્ટાફ ,ગ્રામજનો,બાળકો ,તથા શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં પાંચ વિભાગમાં 75 કૃતિઓ હતી, જેમાંથી દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવેલ કૃતિઓ આગામી સમયમાં જિલ્લા લેવલે ભાગ લેવા જશે.દરેક વિભાગ એટલે કે પાંચ વિભાગમાં નિર્ણાયકશ્રીઓ દ્વારા એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિક્રમભાઈ કાતરેચા-બીઆરસી અર્થાત મહેનત કરી હતી.
વાવ તાલુકા કક્ષા નો વિજ્ઞાન મેળો એટા ખાતે યોજાયો

Leave a Comment