વાવ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એ.આર. ખત્રી અને પી.એસ.આઈ. વસાવાની હાજરીમાં ધૂળેટી પર્વની ઉજવણી

વાવ થરાદ જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતે ધૂળેટી પર્વની આનંદમય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વાવ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.આર. ખત્રી અને પી.એસ.આઈ. વસાવાની હાજરીમાં પોલીસ સ્ટાફે એકબીજાને અબીલ-ગુલાલ લગાવી રંગોત્સવની ઉજવણી કરી હતી.

ધૂળેટી પર્વ નિમિત્તે પોલીસ કર્મચારીઓએ રંગબેરંગી કલર લગાવી એકબીજાને તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ સ્ટેશનના પરિસરમાં ખુશી અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.

સામાન્ય રીતે પોલીસ જવાનો પોતાની ફરજને કારણે પરિવાર સાથે તહેવારો ઉજવી શકતા નથી. લોકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં જ સહકર્મીઓ સાથે મળીને ધૂળેટી પર્વ ઉજવી ભાઈચારું અને એકતાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે પોલીસ સ્ટાફ વચ્ચે પરસ્પર સ્નેહ અને સહકારની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *