જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા અક્ષય રાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા,સુ. પૂજા યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક, થરાદ વિભાગ થરાદનાઓના શ્રી જે.બી.આસોડીયા, સર્કલ પો. ઇન્સ. થરાદનાઓ ના માર્ગદર્શન હેઠળ, તથાએલ.એસ.દેસાઇ, પો.સ.ઇ. વાવ પો.સ્ટેનાઓને મળેલ બાતમી હકિકત આધારે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વાવ થરાદ હાઇવે રોડ ઉપર પીકઅપ ડાલામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-૪૨૨૪ ની કુલ કિ.રૂ.૩,૭૫,૮૪૦/-તથા પીકઅપ ડાલા ની કિ.રૂ. ૩૦૦૦૦૦/-તથા મોબાઈલ કિ.રૂ.૫,૦૦૦/-તથા રોકડ રકમ-૧૨૬૦/ એમ કુલ મુદામાલ કિ.રૂ.૬,૮૨,૧૦૦/- સાથે આરોપી (૧)પીરારામ ઉર્ફે પ્રેમકુમાર ડ/o સોનારામ જાતે-જાટ (ચૌધરી) રહે.જોગેશ્વર કુવાગરલ તા.જી બાડમેર(રાજસ્થાન) વાળાઓ પકડાયેલ હોઈ તથા પ્રોહી મુદામાલ ભરાવનાર આરોપી પ્રકાશ મારાજ મો.નં ૬૩૭૬૪૩૯૧૯૧ નાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.