વાવ ની બનાસબેંક ની નીચે ૫ લાખ ૨૫ હજાર ની ચીલ ઝડપ નો બનાવ ..

 યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)

સમગ્ર રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, એક બાજુ વરસાદ નથી તો બીજું બાજુ દુષ્કાળ ના એંધાણ સર્જાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા ના  વાવ માં  ચીલ ઝડપ નો બનાવ સામે આવ્યો છે . બનાસબેંક માંથી દીપાસરા  ના દૂધ મંડળી ના  મંત્રી ડામરાભાઈ ગણેશભાઈ રાજપૂત દૂધ નો પગાર ઉપાડી મેડા પરથી ઉતરતા ની સાથે પોતાના બાઈક પર બેસતા ની સાથે  બેંક માંથી ઉપાડેલ પગાર ૫ લાખ ૨૫ હજાર ની બેગ લઈ ગઠીયો ચીલ ઝડપ કરી નાસી છુટ્યો હતો .ત્યારબાદ પોલીસ ને જાણ કરાતા વાવ પોલીસ જવાનો તેમજ વાવ ના PI સાજન મેર સહીત ના કર્મચારીઓ ધટના સ્થળે પહોચ્યા હતા ત્યારબાદ વાવ માં  થયેલી ચોરીની ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે, જેને આધારે વાવ પોલીસે તપાસ હાથ ધરી છે આ સમગ્ર મામલે વાવ પંથક માં ચકચાર જવા પામી છે અને વાવ શહેર માં ભય નો માહોલ છવાયો છે …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *