બનાસકાંઠા જિલ્લા ના વાવ ઢીમા રોડ પર પસાર થતી જોડિયા ડિસ્ટ્રીબુટર કેનાલ પર તંત્ર ની ઢીલી કામગીરી ને લઈને સ્થાનિક ખેડૂતો રોષે ભરાયા હતા.જેમાં છેલ્લા 2 મહિના થી જોડીયા ડિસ્ટ્રીબુટર કેનાલ માં પુલિયુ તોડી નાખવામાં આવતા વરસાદી પાણી ના વહેણ ને લઈને ખેતરો માં જતા કેનાલ ના સર્વિસ રોડ માં પણ મોટા મોટા ખાડા જોવા મળ્યા હતા.તેમજ સ્થાનિક ખેડૂતો એ મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું.કે વરસાદી પાણી ન વહેણ ને રોકતું ઊંચા પુલિયા ને રજુઆત ના પગલે તોડી પાડી ને જમીન લેવલે પુલ બનાવવા ની માંગ કરી હતી.તેમજ જોડિયા ડિસ્ટ્રીબુટર કેનાલ ને રીપેરીંગ તેમજ સર્વિસ રોડ નું સમારકામ કરવાની માંગ કરી હતી.તેમજ વરસાદ ખેંચાતા પાણી જરૂરિયાત ઉભી થશે તો પાણી કહ્યાંથી આવશે વગેરે સવાલો ને લઈને ખેડુતો ચિંતિત છે.

વધુ માં સ્થાનિક મહિલા એ જણાવાયું હતું કે તાજેતર માં ભારે વરસાદ માં ડિલિવરી સમયે નહેર ના રસ્તા પર પાણી ભરાવ ને લઈને ભારે મુશ્કેલી નો સામનો કરી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.જેથી નર્મદા અધિકારીઓ પર વહેલા માં વહેલા કેનાલ ના પુલિયા ની કામગીરી તેમજ સર્વિસ રોડ નું પુરાણ કરાવે તેવી માંગ કરી હતી.વધુ માં કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરી કોર્ટ ના દ્વાર ખખડાવવા માં પીછે હઠ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે