- વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલ ભાવ વધારા સામે ધરણા પ્રદશન.
- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
દેશમાં કોરોનાની રફતાર ભલે ઓછી થઈ પણ પેટ્રોલ ડીઝલની રફતાર દિનપ્રતિદિન વધી જાય છે, વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે મોંઘવારી પોતાનો આતક દેખાડી રહી છે. વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય વ્યક્તિનું આથક બજેટ ખોરવાઈ રહ્યું છે.ત્યારે આજે સમગ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને વિરોધ પ્રદશન કરવામાં આવ્યા છે જેમાં વાવ તાલુકા કોંગ્રેસ ના કાર્યકર્તા ઓ દ્વારા ધરણા પ્રદશન કરવામાં આવ્યું હતું જો કે ધરણાં કાર્યકમ દરમિયાન કોંગ્રેસના તમામ નેતાઓ સહિત કાર્યકતાઓની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
કોરોનાની બીજી લહેર અસર હેઠળ પ્રજાજનો જ્યારે ભારે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે, ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં અસહ્ય વધારો કર્યો છે. ‘અબકી બાર પેટ્રોલ 100 કે પાર’ના સૂત્ર સાથે છેલ્લા 3 મહિનામાં કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. માત્ર 5 માસના ટૂંકા ગાળામાં 43 વખત ભાવ વધારો કરાયો છે.
સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ ગુજરાત માં પ્રતિ લિટર 92 રૂપિયા સુધી પોચાયડયું છે જેના કારણે સામાન્ય પ્રજાના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે અને લોકો ની વેદનાને દૂર કરવા માટે કોંગ્રેસ પક્ષ કેન્દ્રમાં રહેલી મોદી સરકાર સમક્ષ વિરોધ કરી રહ્યા છે. સરકાર પોલીસને આગળ કરીને કોંગ્રેસના કાર્યકતાઓની અટકાયત કરવામાં આવી રહી છે.
- અટકાયત કરાયેલ કોંગ્રેસ કાર્યકર્તા
- ઠાકરસિંહ ભાઈ રબારી (વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ)
- પૂર્વ તાલુકા સમિતિ ના પ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી
- જાકીરભાઈ ઘાંચી
- ભૈરવદાન ગઢવી
- વિક્રમ સેગળ
તેમજ તાલુકા ના ચુટાયેલા ડેલીકેટો અને કોંગ્રેસ કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા