“આયુષ્યમાન ભવ: ”ના ઉપલક્ષ્યમાં વાવ તાલુકા હેલ્થ ઓફીસ અને રેફરલ હોસ્પિટલ વાવ ના સંકલનથી વાવ રેફરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં નિધિ બ્લડ બેન્ક ના સહયોગ ની ટીમ દ્વારા અને આરોગ્ય સ્ટાફ ના CHO,MPHW, THS,MPHS દવારા રક્તદાન શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

વાવ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ મણવર તેમજ વાવ રેફરલ હોસ્પિટલ ના અધિક્ષક ડો આઈ એમ મકવાણા ના સહયોગ તેમજ માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં તાલુકાના વિવિધ ગામના જાગૃત લોકો તથા તાલુકા હેલ્થ ઓફીસ હેઠળના હેલ્થ સ્ટાફે સ્વૈચ્છીક રીતે રક્તદાન કર્યું હતુ. આમ કેમ્પમાં કુલ અંદાજીત 50 યુનિટ રક્તદાન કરવામાં આવેલ હતું અને કેમ્પનાં રક્તદાતાઓને બ્લડ બેન્ક દ્વારા પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર તથા પાણી ની બોટલો આપવામાં આવી હતી. આ કેમ્પમાં વાવ રેફરલ હોસ્પિટલ તેમજ તાલુકા હેલ્થ કર્મચારીઓ દ્વારા બ્લડ બેંક દ્વારા સુંદર સેવા આપવામાં આવી હતી.આજ ના કેમ્પ માં ડો હાર્દિકભાઈ ત્રિવેદી ભાજપ અગ્રણીઓ રામસેંગ ભાઈ રાજપૂત ,ભગવાનભાઈ વ્યાસ ,વાવ યુવા ભાજપ ના પ્રમુખ ભરત ભાઈ સોઢા, સુરેખાબેન ત્રિવેદી ,કિશોરભાઈ બારોટ , સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ એમ બારોટ સહિત કાર્યકર્તાઓ બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહયા હતા.