થરાદ બસ સ્ટેન્ડની પાછળના ભાગે કેટલીક સમાજોના સ્મશાન આવેલા છે જેમાં વણકર સમાજ સ્મશાન ભૂમિ માંથી અન્ય સમાજોની સ્મશાન ભૂમિમાં જવા માટેનો રસ્તો ખુલ્લો પડ્યો હતો ત્યારે થોડા સમય પહેલા રસ્તો બંધ કરી દેતાં દરજી તેમજ સોની સમાજના લોકોએ રસ્તો ખુલ્લો કરાવવા રજૂઆતો કરી હતી જેને લઈને આજુબાજુમાં આવેલી સોસાયટીના રહીશોએ વણકર સમાજ સ્મશાન ભૂમિ માંથી પસાર થવા આરસીસી રોડની માંગણી કરેલ છે જેને લઈને વણકર સમાજે રોષ વ્યકત કરી આરસીસી રોડ નહિ બનાવવા માટે નગરપાલિકા કચેરી ખાતે દોડી આવી પાલિકા પ્રમુખ પતિ દીપકભાઈ ઓઝા તેમજ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે અમારા સ્મશાન ભૂમિ માંથી કોઈ રસ્તો પસાર થતો નથી જેથી માંગણી કરેલો આરસીસી રોડની કામગીરી અટકાવવામાં આવે અને જો બનાવવામાં આવશે તો અમારી લાગણી દુભાસે જેથી રસ્તો નહિ આપવાની લેખિત તેમજ મૌખિક ભલામણ કરી હતી
થરાદ માં વણકર સમાજ સ્મશાન ભૂમિમાં અન્ય રસ્તો નહી હોવાનો દાવો કરી નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજુઆત કરી

Leave a Comment