કેટલાક સમયથી આદિ-અનાદીથી વાલ્મીકી સમાજ કુરીવાજ અને કુ-વિચાર થી કોઈ ને કોઈ જગ્યાએ વાલ્મીકી સમાજ નુકસાન અને નિરાસા અનુભવતી હતી.તેના અનુસંધાનમાં વાલ્મીકી સમાજ ના કેટલાક જાગૃત નાગરીકોએ સમાજના કુરીવાજ અને કુવિચાર પર ઊંડાણ પૂર્વક વિચાર્યું કે સમાજમાં આ કુરીવાજ અને કુવિચાર નાબુદ નઈ થાય તો સમાજ ક્યારેય વિકસીત અને શિક્ષીત નઈ થાય. તો બનાસકાંઠાના નવ તાલુકા એટલે કે, ડીસા, ધાનેરા, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, કાંકરેજ આ નવ તાલુકામાં અલગ-અલગ જગ્યાએ નાની મોટી મીટીંગ કરી વાલ્મીકી સમાજના જાગૃત નાગરીકો સામે સમાજ ચાલતા કુરીવાજ અને કુવિચાર નાબુદ કરી તેની સામે સારા વિચાર અને વાલ્મીકી સમાજના તમામ નાગરીકોને ખોટા ખર્ચા ન થાય તે હેતુથી નવા વિચારની સમજણ આપી આ વિચાર રજુ કરાયો હતો
જેમાં શિક્ષણ પર ભાર મૂકી બાળકોને ઉચચ્ચ શિક્ષણ અપાવવું (છાત્રાલય બનાવવા પર ભાર મુકવા બાબત)(૨) લગ્ન પ્રસંગે ડી.જે. ન વગાડવું(3) સંગાઈ પ્રસંગે ઔઢમણા પ્રથા બંધ કરવી(૪) દિકરીને મોબાઈલ ના આપવા(૫) ૫ વર્ષથી ૧૦૦ વર્ષના કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની પાછળ નાત કરી ખર્યા બચાવવા બાબત. (૬) મૃત્યુ પામેલ પાછળ કફનના કપડા ન લઈ જવા(૭) સમાજ સારા કે નરસા પ્રસંગે ૧૦૦% દારૂબંધી કરવા બાબત ની ચર્ચાઓ કરવામાં આવી હતી.જે પ્રસંગે વાલ્મિકી સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા પથુસિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું હતું ..આ બેઠકમાં હાજા જી રાજપૂત દ્વારા વાલ્મિકી સમાજના વધુમાં વધુ શિક્ષણ વધે તેના માટે નાનજીભાઈ હડીયાલ ઈશ્વરભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા
સરકાર પાસે એક છાત્રાલય બનાવી આપે તે માંગ કરી હતી .જો સરકાર દરેક સમાજને શિક્ષણ માટે આપતી હોય તો અમારી સમાજને પણ આપે. વાલ્મિકી સમાજના શામળભાઈ મકવાણા રમેશભાઈ વાલ્મિકી અમરતભાઈ વાલ્મિકી શંકરભાઈ વાલ્મિકી. ધનજીભાઈ વાલ્મિકી સહિતના વાલ્મિકી સમાજના આગેવાનો અને યુવકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા