
- યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
આજ રોજ પ્રતાપપુરા અનુપમ પ્રાથમિક શાળામાં એસ.એમ.સી કમિટી ની રચના કરવામાં આવી જેમાં અધ્યક્ષ તરીકે ગ્રામ જનોએ સર્વાનુમતે શિક્ષણ સાથે સંકળાયેલા યુવાન નોટરી એડવોકેટ તથા પી.એચ.ડી.સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી હાલ થરાદ રાજેશ્વર કોલેજમાં લેક્ચરર તથા અખંડ મેઘવાળ સમાજ સેવા સંસ્થાન વાવ ના મંત્રી તથા રાજકીય સંસ્થાઓ સાથે તથા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અગ્રણી, તેમણે સૌ પ્રથમવાર પુસ્તક બેન્ક બનાવી નવી પહેલ કરનાર એવા વાલજીભાઈ અજેશીભાઈ પરમાર ની નિમણૂક કરવામાં આવી…એમના દ્વારા શાળાના શિક્ષણનો વિકાસ થાય એવા પ્રયત્નો થશે એવી અપેક્ષા રાખવામાં આવી…