રાજકોટમાં સાતમ આઠમ વખતે દર વર્ષે શોભાયાત્રા નીકળે છે અને તે પૂર્વે ધર્મસભાનું આયોજન થાય છે ત્યારે આજે ભાજપના દિગ્ગ્જ નેતા વજુભાઇ વાળાએ ધર્મસભાને સંબોધન કર્યું હતું તે સમયે ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદી વિષે તેને એક નિવેદન આપ્યું હતું. રાજકોટમાં વજુભાઇ વાળાએ શોભાયાત્રા યોજાઈ તે પૂર્વે જ આ નિવેદન આપ્યું હતું.
ભાજપના આ દિગ્ગ્જ નેતાએ રાજકોટમાં નરેન્દ્ર મોદી વિષે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી કૃષ્ણની જેમ સગાવાદને ક્યારેય મહત્વ આપ્યું નથી. આ ઉપરાંત તેણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મ માટે સગા મામાનો વદ કરી નાખ્યો હતો એ જ મુજબ નરેન્દ્ર મોદી ભ્રસ્ટાચાર અને પરિવારવાદના વિરોધી છે. રાજકોટમાં બે વર્ષ બાદ આ શોભાયાત્રા યોજાઈ હતી તે દરમિયાન કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઇ વાળાએ શ્રી કૃષ્ણ વિશે પણ વાત કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સ્વતંત્ર દિવસે જે ભાષણ આપ્યું હતું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખીનય છે કે ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટ એ ગઢ છે અને વજુભાઇ વાળા ભાજપના પીઢ નેતા છે અને વજુભાઇ વાળા જ હતા જેને નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ ખાલી કરી દીધી હતી અને નરેન્દ્ર મોદી પ્રથમ વાર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય અને તે માટે પણ ભાજપ દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે.