- ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, કર્ણાટક, ગુજરાત, કેરળ સહિત ઘણાં રાજ્યોએ હાલ શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો, તેથી કેન્દ્રની આ ગાઈડ લાઈન આ રાજ્યોને લાગુ પડશે નહીં
- ઘણા વિદ્યાર્થીઓએ ટ્વીટ કરીને શાળા-કોલેજ બંધ કરવાની માગ કરી, કહ્યું- આનાથી કોરોના ફેલાવાનું જોખમ વધુ છે
- કોરોનાના વધતા કેસ વચ્ચે અનલોક-4 હેઠળ આજથી દેશમાં ઘણા ફેરફાર થશે. આજથી ઘણાં રાજ્યોમાં ધો. 9-12 સુધીની શાળા આંશિક રીતે ખૂલી જશે. ઘણી હાયર એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટમાં પણ ક્લાસ શરૂ થઈ જશે, જેના માટે સ્વાસ્થ્યમંત્રાલયે પહેલેથી જ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ(SOP) જાહેર કરી દીધું છે. જોકે કેન્દ્ર સરકારની આ ગાઈડ લાઈન ગુજરાતને લાગુ થશે નહીં.
- આ સાથે જ દેશમાં હવે સ્પોર્ટ્સ, કલ્ચરલ, પોલિટિકલ, સોશિયલ રિલિજસ, એકેડમિક, મનોરંજન સાથે જોડાયેલી ઈવેન્ટ્સ પણ શરૂ થઈ જશે. જોકે આ ઈવેન્ટ્સમાં 100થી વધુ લોકો ન હોવા જોઈએ. જો કોઈ ઈવેન્ટમાં 100થી વધુ લોકો મળશે તો એનું આયોજન કરનારા પર ગાઈડલાઈન્સના ઉલ્લંઘનનો કેસ બનશે અને કાયદાકીય કાર્યવાહી પણ થશે.
ગુજરાત, ઝારખંડ અને UP સહિત ઘણાં અન્ય રાજ્યોમાં શાળા નહીં ખૂલે:
ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ, કર્ણાટક, ગુજરાત, કેરળ, ઝારખંડ સહિત ઘણાં રાજ્યોએ હાલ શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ રાજ્યોની સરકારોએ એના માટે નોટિસ પણ જાહેર કરી દીધી છે. પંજાબમાં પણ હવે શાળા નહીં ખૂલે. જોકે અહીં સરકારે હાયર એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ ખોલવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રકારે રાજસ્થાન સરકારે માત્ર વિદ્યાર્થીઓને શાળામાં ગાઇડન્સ માટે જવાની મંજૂરી આપી છે. અહીં ક્લાસ ચાલુ નહીં થાય.
MP, બિહાર, હરિયાણા સહિત ઘણાં અન્ય રાજ્યોમાં શાળા ખૂલશે
ધ્યપ્રદેશ, હરિયાણા, નાગાલેન્ડ, મેઘાલય, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર સહિત ઘણાં અન્ય રાજ્યોમાં સરકારે શાળા ખોલવાની મંજૂરી આપી છે.
નિયમોનું પાલન કરાવવાની જવાબદારી કાર્યક્રમના આયોજનકર્તા પર:
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે સ્પોર્ટ્સ, કલ્ચરલ, પોલિટિકલ, સોશિયલ રિલિજસ, એકેડમિક અને મનોરંજન સાથે જોડાયેલા પણ કાર્યક્રમ થશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. ઈવેન્ટમાં સામેલ થતા લોકોએ માસ્ક પહેરવું પડશે. નિયમોનો ભંગ કરવા બદલ આયોજકો પર કાર્યવાહી થશે.