ધરણીધર ભગવાન બનાસકાંઠા યુવા ગૃપ દ્વારા અનોખું કાર્ય …

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

ગત રોજ તા -૨૦/૦૨/૨૦૨૧ ના શોર્યભુમિ સમલીબેટ, પંચકેરડાધામ ખાતે શ્રી લખાપીર દાદા ના સાનિધ્યમાં હિન્દુ હ્દય સમ્રાટ શિવાજી મહારાજ ની જયંતી ઉજવાઇ દિપ પ્રાગટ્ય કરી એ નિમિત્તે દાદાના પુજારી શ્રીમાન રામભારથી ગોસ્વામી, લક્ષ્મણગીરી ગોસ્વામી,રાણાજી ગોહિલ-ખી.વાસ, ભાણાભાઈ ગોહિલ-બુકણા, વિશાલસિંહ ગોહિલ-ખીમાણાવાસ,બબાભાઈ ગોહિલ-બુકણા, વિક્રમસિંહ આર.બુકણા, ગજેન્દ્રસિંહ ગોહિલ-બુકણા ત્થા શ્રી લખાપીર દાદા સેવા સમિતિ ના યુવા મિત્રો હાજર રહ્યા હતા અને પ્રસંગોપાત વ્યક્તવ્ય આપ્યું હતું આજની યુવા પેઢી ને શિવાજી મહારાજ ના જીવનમાંથી બોધપાઠ લઈ ધર્મ માટે પ્રેરણાદાયી વિચારો રજુ કરવામાં આવેલ હતા અને શિવાજી મહારાજ ની જન્મજયંતી નિમિત્તે શ્રી ધરણીધર ભગવાન બનાસકાંઠા યુવા ગૃપ સુરત અને શ્રી લખાપીર દાદા સેવા સમિતિ દ્વારા વાવ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફુટ  (સફરજન, મોસંબી, કેળાં) વિતરણ કરવામાં આવ્યું સફળતા પુર્વક શિવાજી મહારાજ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version