બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આજે કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડો ભાગવત કરાડે થરા માર્કેટ યાર્ડ ખાતે વેપારીઓ સાથે બેઠક કરી હતી આ પૂર્વે તેમણે ધાર્મિક સ્થળો ગવાલીનાથ મહાદેવ ,દેવ દરબાર મઠ ,પૂજ્ય સંત સદારામ આશ્રમ ટોટાણા ગામોની મુલાકાત કરી હતી ટોટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઉણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી. ૨૦૨૪ માં ગુજરાત રાજ્યમાં ત્રણ જિલ્લા ના પ્રભારી તરીકે દિલ્લી ના કેન્દ્રીય ફાઇનાન્સિયલ મંત્રી ભગવત કરાટ ને પાટણ આણંદ જૂનાગઢ જિલ્લા ની લોકસભાની ચૂંટણી પહેલાં જ જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે જવાબદારી આપી છે ત્યારે હવે ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકા સહીત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ૩૦ મેં થી લઈને ૩૦ જૂન સુધીમાં સંપર્ક સાથે સમર્થન નું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડ ના ચેરમેન અણદાભાઈ પટેલ પોતે અમેરિકા જવાના હોવાથી થરા નગરપાલિકા પ્રમુખ અને વેપારીઓ એ સન્માન કર્યું હતું અને ત્યારબાદ થરા માર્કેટ યાર્ડ ખાતે ચેરમેન ની ઓફિસમાં કેન્દ્રીય મંત્રી એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં ગુજરાત રાજ્યમાં પત્રકારો અને આમ પ્રજા માટે ટોલ નાકા પર ટોલ ટેક્ષ ફ્રી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી હતી જેમાં તાત્કાલિક ધોરણે દિલ્લી ના કેન્દ્રીય મંત્રી ભગવત કરાટ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા એ નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારી રમણ મીના સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને લેખિત રજૂઆત ને ધ્યાને લઈ ને પત્રકાર મિત્રો સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ને નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારી એ રૂબરૂ મળી ને ટોલ ફ્રી અંગે ચર્ચા કરવા માટે જણાવ્યું હતું ત્યારે ભાજપ સરકાર દ્વારા લોકહિત અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રીય ભૂમિકા અદા કરી ને સહભાગી બન્યા હતા.આજ ના આ પાટણ લોકસભાના પ્રભારી અશોકભાઈ જોષી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અણદાભાઈ પટેલ એપીએમસી ચેરમેન, પુથ્વીરાજસિંહ વાઘેલા નગરપાલિકા પ્રમુખ થરા સહીત થરા શહેરના અને તાલુકાના જુદાજુદા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સહીત મોટી સંખ્યામાં વેપારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા